ગઢડા તાલુકા ના ઢસા જંકશન માં હાલ કોઈ કોરોના ના કેસ નથી તેની ખાસ નોંધ લેવી

ગઢડા,

ઢસા તેમજ નારાયણ નગર પંચાયત નીચે આવેલ તમામ વિસ્તાર માં કોઈપણ જાત ના કોરોના પોઝિટિવ કેસ હાલ માં નથી તો તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકોએ ગભરાવું નહિ પણ જયારે બહાર આવો અથવા ખરીદી માં આવો ત્યારે પોતાની સલામતી માટે સરકાર ની ગાઇડ લાઈન મુજબ આવું માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું જેની બધા એ ધ્યાન રાખવું ઢસા સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ પંચાયત સ્ટાફ તેમજ ઢસા પી.એચ.સી ડો. ભાવેશભાઈ તેમજ પી.એચ.સી સ્ટાફ ઢસા પોલીસ પી.આઈ. ચૌધરી ભાઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નારાયણ નગર ને લાગુ પડતું ચાવંડ પી.એચ.સી ડો. મુકેશ સિંઘ ભાઈ તેમજ ચાવંડ પી.એચ.સી સ્ટાફ તેમજ દામનગર પોલીસ પી.એસ.આઈ પરમાર ભાઈ તેમજ દામનગર પોલીસ સ્ટાફ નારાયણ નગર પંચાયત તલાટી મંત્રી તેમજ સરપંચ બી એન ડેર. તેમજ પંચાયત ના તમામ સ્ટાફ એ બધા ગ્રામજનો નો દિલ થી આભાર વ્યક્ત કર્યો છે હંમેશા સાથ સહકાર આપ્યો છે અને સાથ સહકાર આપશો એવી આશા વ્યક્ત કરી છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment