લાલપુર ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મહિલા પોલીંગ ઓફીસરનો તાલીમવર્ગ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, જામનગર

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર સંસદીય મતવિભાગમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમો આપવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ 80-જામજોધપુર મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહિલા પોલીંગ ઓફીસરઓને એ.આર.ઓ. અને પ્રાંત અધિકારી અસવારની રાહબરી હેઠળ સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી અને ચૂંટણીને લગતી ઝીણવટભરી બાબતોથી માહિતગાર કરાયાં હતા.

   આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલા પોલિંગ ઓફિસરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા વગેરે જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબદ્ધતા દર્શાવી હતી.

Related posts

Leave a Comment