લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ અન્વયે જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યો માટે અગત્યની જાહેરાત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    આગામી લોકસભાની ચુંટણીને પગલે જામનગર જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ ચુંટણી તંત્રની સાથે સંકલન સાધ્યું છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જિલ્લા હોમગાર્ડઝ તંત્ર જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને ફરજ બજાવે છે.

જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ તંત્ર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે અને મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુરક્ષા જવાનોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ચુંટણી દરમિયાન મતદાન મથકો પર પોલીસ જવાનોની સાથે હોમગાર્ડઝ સદસ્યોને ફરજો સોંપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં જિલ્લા પોલીસ તંત્રની માંગણી મુજબ મતદાન મથકોએ હોમગાર્ડઝ સભ્યોની ઘટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે જામનગર જિલ્લા હોમગાર્ડઝ ક્માન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા તમામ અનિયમિત અને સતત ગેરહાજર રહેતા તમામ હોમગાર્ડઝ સભ્યોને તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર જે-તે સંલગ્ન યુનિટ કચેરી ખાતે હાજર થઈને ચુંટણી ફરજમાં પોતાનું નામ તથા મોબાઈલ નંબર લખાવી જવા સૂચના આપવામાં આવી છે. જે હોમગાર્ડઝ સભ્યો ચુંટણી ફરજ માટે હાજર નહીં રહી શકે, તે તમામને તાત્કાલિક અસરથી દળમાંથી બરતરફ કરવામાં આવશે. તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી.એલ.સરવૈયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment