ઉના ખાતે રામનવમીના તહેવારની ઉજવણી સંદર્ભ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લામાં આગામી તા.૧૭/૦૪/૨૦૨૪ના રોજ  ઉના શહેર વિસ્તારમાં રામનવમીના પર્વની ઉજવણી સંદર્ભ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુસર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા વૈકલ્પીક રુટ માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગીર સોમનાથ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૬)ના  મુજબ જિલ્લાના ઉના શહેર મુકામે ઉના લામધાર ગામના પાટીયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં થઈ રાજય ધોરી માર્ગ પર પસાર થતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરી વૈકલ્પીક રૂટ તરીકે ઉના લામધાર ગામના પાટીયાથી ઉના બાયપાસ રોડ થઈ ઉના સજાવટ હોન્ડા શો-રૂમથી થઈ રાજય ધોરી માર્ગનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૧૭/૦૪/૨૦૨૪ના કલાક ૧૪:૦૦ થી કલાક ૨૨:૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ ફરજ ઉપરના સરકારી વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે

Related posts

Leave a Comment