આણંદ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો ખાતે વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, આણંદ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યની સાથે ત્રીજા તબક્કામાં આગામી મહિનાની ૭ મી તારીખના મંગળવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે.

આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ દિવ્યાંગ મતદારો માટે ખાસ કરીને તેઓ મતદાન મથક ખાતે મત આપવા આવે ત્યારે તેમના માટે વ્હીલ ચેરની સુવિધા અને દરેક મતદાન મથક ખાતે રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી આણંદ જિલ્લાના દિવ્યાંગ મતદારોને મતદાન મથકો ખાતે કોઈપણ જાતની તકલીફનો સામનો ના કરવો પડે, આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકો ખાતે બે વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દિવ્યાંગ મતદારો માટે દરેક મતદાન મથકે વ્હીલ ચેરની સુવિધા હોવી જરૂરી છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક મતદાન મથકો ખાતે આજે વ્હીલ ચેરની ફાળવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ મતદારો મતદાન મથકમાં આવે ત્યારે તેમને કોઈપણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે તે બાબતની સૂચના પણ તેમણે મતદાન મથકના અધિકારીઓને આપી હતી.

આણંદ જિલ્લામાં ૧૭૭૩ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, તે પૈકી સાત મતદાન મથકો એટલે દરેક વિધાનસભા દીઠ એક મતદાન મથક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે જે નોંધનીય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ૧૩,૭૪૩ જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે, તે પૈકી ખંભાત વિધાનસભામાં ૧૭૫૧,બોરસદ વિધાનસભામાં ૧૯૯૪, આંકલાવ વિધાનસભામાં ૧૭૫૩, ઉમરેઠ વિધાનસભામાં ૧૯૫૭, આણંદ વિધાનસભામાં ૨૨૬૮, પેટલાદ વિધાનસભામાં ૨૦૯૮ અને સોજીત્રા વિધાનસભામાં ૧૯૨૨ મતદારોનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલા ૧૩,૭૪૩ દિવ્યાંગ મતદારો પૈકી જે દિવ્યાંગ મતદાર હોય એ ઘેર બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યું છે તેની વિગત જોઈએ તો ખંભાત વિધાનસભામાં ૨૫, બોરસદ વિધાનસભામાં ૧૫, આંકલાવ વિધાનસભામાં ૧૧, ઉમરેઠ વિધાનસભામાં ૦૮, આણંદ વિધાનસભામાં ૦૫, પેટલાદ વિધાનસભામાં ૧૯ અને સોજીત્રા વિધાનસભામાં ૦૭ મળીને કુલ -૯૦ દિવ્યાંગ મતદારોએ ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.

Related posts

Leave a Comment