હિન્દ ન્યુઝ, દેહગામ
દહેગામ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ પ્રત્યક્ષ એમ.બી કોમર્સ એન્ડ જી.એમ.એન. લાલજી આર્ટ્સ કોલેજ તથા મ્યુનિસિપલ બોઈજ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ, ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી.
આ ઉપરાંત, મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે સંકલન સાધીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.
