પોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની દાહોદ ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં ટિફિન સ્પર્ધા કાર્યક્રમો યોજાયો હતો

હિન્દ ન્યુઝ, દાહોદ

   પોષણ માહ – ૨૦૨૫ના ભાગરૂપે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

           મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાનાં દાહોદ ઘટક ૧ ની આંગણવાડીમાં હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી પોષણ યુક્ત વાનગી બનાવીને આંગણવાડી કેન્દ્ર ઉપર પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા ટેક હોમ રાશન અને મિલેટ્સ, શ્રી અન્નમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે ‘‘પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત હેલ્થી ટિફિન વાનગી સ્પર્ધા’’ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આંગણવાડી કાર્યક્રર બહેન દ્વારા બાળકોની “શ્રેષ્ઠ પૌષ્ટિક વાનગી” ને નંબર આપવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment