ભાવનગર ખાતે ૫મી મેના રોજ “રન ફોર વોટ” કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે તા. ૫મી મે,૨૦૨૪ને રવિવારના રોજ સવારના ૬:૦૦ કલાકે ગુલિસ્તા મેદાન ખાતે “રન ફોર વોટ” કેમ્પેઇનનુ આયોજન કરવામાં આવ્યું છે. “રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાને પરત ફરશે.

‘રન ફોર વોટ’ કેમ્પેઈમાં અવશ્ય વોટ આપવાનો સંદેશ અપાશે જેમાં, ભાવનગર જિલ્લાની શાળાઓના આચાર્ય, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ ઉપરાંત વિવિધ કોલેજના અધ્યાપકો, રમતવીરો અને વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. ‘રન ફોર વોટ”ના કાર્યક્રમમાં જોડાવવા ભાવનગરના તમામ નાગરીકોને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી,ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

 

Related posts

Leave a Comment