શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા માં 22 જાન્યુઆરી 2024 ના શ્રીરામ મંદિર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત

હિન્દ ન્યુઝ, જામનગર

         અયોધ્યા શ્રીરામ મંદિર માં અક્ષત (પિલે ચાવલ) કળશ પુજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંત ને અપૅણ કરેલ જે કળશ દરેક હિન્દુ સમાજ ઘરે શ્રીરામ મંદિર નું નિમંત્રણ આપવા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા તથા દરેક હિન્દુ સમાજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ કરશે તે અનુસંધાન જામનગર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર ગ્રામ્ય જીલ્લો અને જામનગર મહાનગર જીલ્લા સહ કળશ અર્પણ કરવામાં આવ્યા.

જેમાં કોઠારી સ્વામી શ્રી ચત્રૅભુજ સ્વામી ના વરદ હસ્તે આપવામાં આવ્યા. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા, પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી દીપકભાઈ જાની, વિભાગ સહ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, વિભાગ સહસંયોજક સંજયસિંહ કંચવા, જામનગર મહાનગર ના જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રમણીયમભાઈ પીલે, ઉપાધ્યક્ષ રમેશભાઈ, તારપરા જીલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા, સહ મંત્રી સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક પ્રમુખ કલ્પેનભાઈ રાજાણી, દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ, બજરંગ દળ સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપાધ્યક્ષ નીલમબેન વાયડા, સત્સંગ સયોજિકા સીતાબેન સુમણીયા, જામનગર ગ્રામ્ય જિલ્લામાંથી જિલ્લા ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ફળદુ, જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા, સહસંયોજક હેમતસિંહ ચૌહાણ તથા દરેક કાર્યકર્તા બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા અને તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન કરીને આમંત્રણ આપવામાં આવશે.

||  રામ ||

Related posts

Leave a Comment