દિવાળી તહેવાર અન્વયે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ભુજના કેટલાક વિસ્તારોમાં થ્રી & ફોર વ્હીલર વાહનોને પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, ભુજ

          આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તાર જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ વગેરે વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં હનુમતસિંહ જાડેજા,જી.એ.એસ, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૫/૧૧/૨૦૨૧ સવારના ૮.૦૦ થી રાત્રીના ૨૨.૦૦ સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડ, વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતો રસ્તો તેમજ અનમ રીંગ રોડ પરથી પસાર થઈ શકશે નહીં. વૈલ્પિક વ્યવસ્થા અન્વયે છઠ્ઠીબારી રીંગરોડ નજીક આવેલ રસ્તા પરથી મોડર્ન ટોકિઝ પરથી આ વિસ્તારના રહેવાસીઓ આવ-જા કરી શકશે તેમજ વાણિયાવાડ નવી શાક માર્કેટથી તથા અનમ રીંગરોડ ની આસપાસના રહેવાસીઓ પચમુખા હનુમાન શેરીથી આવ-જા આવ-જા કરી શકશે. આ જાહેરનામુ સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર તેમજ પોલિસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને લાગુ પડશે નહી.

Related posts

Leave a Comment