દરિયામાંથી આવી મતદાન કરતા માછીમારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાની જવાબદારી સમજી મતદાન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં માછીમાર સમુદાય સૌથી વધારે રહેતો હોય, ત્યારે આ માછીમાર સમુદાયના લોકો દરિયામાંથી આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. જેમાં કાર્તિકભાઈ એ દરિયામાંથી આવી પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.

માછીમાર કાર્તિકભાઈ જણાવ્યું હતું કે, હું માછીમારીના ધંધા સાથે સંકળાયેલો છું. આથી મોટાભાગે દરિયામાં ફિશિંગમાં હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કરવું જરૂરી છે અને આ લોકશાહીના પર્વને મતદાન કરી અવસરમાં ઉજવીએ તે માટે હું અને મારી સાથેના માછીમારો દરિયામાંથી પરત આવી આજે મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પાયાને મજબૂત બનાવવામાં લોકભાગીદારીનો ફાળો આપ્યો છે.

Related posts

Leave a Comment