બોટાદ જીલ્લામાં ”ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર યોજનામા લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જીલ્લામાં સરકારના બાગાયત ખાતા દ્વારા “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા બાબત કાર્યક્રમ” નવી બાબત તરીકે સરકારએ મંજુર કરેલ છે. આ યોજનાનો લાભ ફળ-શાકભાજી-ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ, સ્ટેટ/નેશનલ હાઇવે પર, હાટ-બજાર, શાકભાજી બજારમાં કે છુટક વેચાણ કરતા કે લારીવાળા ફેરીયાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તેવા ઉમદા આશયથી આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૭/૦૬/૨૦૨૨ થી તા. ૧૬/૦૭/૨૦૨૨ સુધી ખુલ્લુ મૂકવામા આવેલ છે. જેનો મહત્તમ વ્યક્તિઓ લાભ લઇ શકે તે માટે (www.ikhedut.gujarat.gov.in) આપેલ લિંક પર જરુરી સાધનિક કાગળો જેવાકે આધારકાર્ડ, રેશનકાર્ડ, તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જે તે સેજાના ગ્રામસેવક/ તલાટીનો ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારાઇસ્યુ કરેલ ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનું ઓળખકાર્ડ/ દાખલો જેવા સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે તથા વહેલી તકે અરજી કચેરીએ રજુ કરવાની રહેશે. વધુ વિગત માટે જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, એ/એસ/૧૨, બીજો માળ, ખસ રોડ, બોટાદ, ફોન. (૦૨૮૪૯) ૨૭૧૩૨૧ નો સંપર્ક કરવાનો રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment