પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે જિલ્લાના નિયત કરાયેલા ૨૦ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના ધોરણ ૧૦ પાસ બેરોજગાર યુવાનો માટે પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે જિલ્લાના નિયત કરાયેલા ૨૦ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. જે માટે આગામી તા.૨૬/૦૬/૨૨ સુધીમાં તાલુકાના પશુદવાખાના ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ કેન્દ્રો સ્વરોજગારી હેઠળ ખોલવાના હોય તે માટે કોઇ પગાર મળવાપાત્ર નથી તેમજ જે તે ગામોની યાદી જોવા માટે જે તે તાલુકાઓના પશુદવાખાનાઓનો સંપર્ક કરવા બોટાદ નાયબ પશુપાલન નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment