રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ક્લીન ઈન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત ધાર્મિક સ્થાનોની સફાઈ ઝુંબેશ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ભારતના વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ધાર્મિક સ્થાનોની સફાઈ ઝુંબેશ યોજવામાં આવેલ હતી. ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજવામાં આવેલ સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા ૩૦થી વધુ સંતો, રાજકોટ મહાનગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ મોલીયા, સ્થાનિક અગ્રણી અનિલભાઈ લીંબડ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, કાર્યક્રમના નોડલ ઓફિસર એન.એમ.આરદેશણા, બી.એલ.કાથરોટીયા તથા ગુરુકુલના અનુયાયી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્થાનોની સફાઈ અને પ્લાસ્ટીક પીક-અપની કામગીરી કરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment