ભાવનગર ગ્રામ્યની કચેરી દ્વારા ઉત્કર્ષ પહેલનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગંગા સ્વરૂપ બહેનો, વૃધ્ધો તેમજ નિરાધાર વૃધ્ધોની સહાયને લગતી રાજ્ય સરકારની ચાર યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં માસિક રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. તેવી જ રીતે ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનામાં બી.પી. એલ. યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતાં ૬૦ થી ૬૯ વર્ષના વૃધ્ધને માસિક રૂા. ૧,૦૦૦ ની અને ૮૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને માસિક રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે.

આવી જ રીતે નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજનામાં ૬૦ થી ૬૯ વર્ષના વૃધ્ધને માસિક રૂા. ૧,૦૦૦ ની અને ૮૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને માસિક રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં બી.પી. એલ. યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતાં કુટુંબમાં મુખ્ય કમાનાર સ્ત્રી કે પુરૂષનું મૃત્યુ થતાં કુટુંબને એક વખત રૂા. ૨૦,૦૦૦ ની આર્થિક મદદ કરવામાં આવે છે.

તાલુકા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આ માટે તા.૧૬-૦૬-૨૦૨૨ થી તા. ૨૬-૦૬-૨૦૨૨ સુધી ‘ઉત્કર્ષ પહેલ’ દ્વારા ઝૂંબેશ સ્વરૂપે તેનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ માટે લાભાર્થીઓ કે તેમના કુટુંબીજનોએ ગામના તલાટી કમ મંત્રીશ્રી, રેવન્યૂ તલાટી, વી.સી.ઇ., આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન સંચાલક તથા વ્યાજબી ભાવની દૂકાનના પરવાનેદાર અથવા મામલતદારની કચેરીની સમાજ સુરક્ષા શાખા, ભાવનગર ગ્રામ્યનો જરૂરી આધાર- પુરાવા સાથે સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર, ભાવનગર ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment