વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારની પણ કાયાકલ્પ કરાઇ છે

હિન્દ ન્યુઝ, બોટાદ

“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસો (ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણ તેમજ જિલ્લાકક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે આજે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ- કાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી શહેરી વિસ્તારની સાથે ગામડાની પણ કાયાકલ્પ કરી છે. દેશના પ્રધાનમંત્રીએ લોકોની મુશ્કેલીઓ, પીડાઓને સમજીને તેનું નિરાકરણ પણ લાવ્યા હોવાનું વિરાણીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં આજે દેશના પ્રત્યેક ઘરમાં શૌચાલય, વીજળી, આવાસ, ગેસ જેવી પાયાની પ્રાથમિક જરૂરીયાતો પહોંચી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધ (PMJAY) યોજના, નળ સે જળ યોજના જેવી અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભો અંતરિયાળ અને છેવાડાના લોકો સુધી પહોંચાડીને લોકોને આત્મનિર્ભર પણ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિરાણીએ સરકારની યોજનાથી વંચિત રહી ગયેલા તમામ લાભાર્થીઓને સહાયનો લાભ લેવાની હિમાયત કરી હતી.

ભાવનગરના સાસંદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું કે, દેશના જરૂરીયાત મંદ તમામ લાભાર્થીઓને પોતાને રહેવા માટે ઘર હોવું જોઇએ આ આહવાનને ચરિતાર્થ કરવા અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર પુરા પાડ્યાં છે. આ આવાસોમાં શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, રસ્તા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના દ્વારા અનેક લોકોને ગેસ કનેક્શન પુરા પાડીને બહેનોની તંદુસ્તી પણ જળવાઇ રહેશે તેવી પ્રતિબધ્ધા શ્રીમતી ભારતીબેન શિયાળે વ્યક્ત કરી હતી.
બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘણાં લોકોને આવાસ પુરા પાડવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂ. ૧.૨૦ લાખની સહાય ચૂકવામાં આવે છે જેમાં મનરેગા હેઠળ રૂ.૨૧ થી વધુની સહાય, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે રૂ.૧૨ હજાર, બાથરૂમ બાંધવા માટે રૂ. ૫ હજાર, ઉજાલા યોજનાની સાથે મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય જે લાભાર્થીએ આવાસ શરૂ કર્યાના ૬ માસમાં પૂર્ણ કરે તેને રૂ.૨૦ હજારની વધારાની સહાય પણ ચૂકવવામાં આવ છે તેમ પટેલે ઉમેર્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ/શહેરી વિસ્તારના જિલ્લાના ૧૦ લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી આવાસની ચાવી અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ/શહેરી) હેઠળ વર્ષ ૨૦૧૬/૧૭ થી વર્ષ ૨૦૨૧/૦૨૨ દરમિયાન ૫૬૭૧ ના લક્ષ્યાંક પૈકી ૪૯૮૮ આવાસો પૂર્ણ કરીને રૂ. ૭૬૭૦.૭ લાખના ખર્ચે આવાસો પૂર્ણ કરાયા છે આમ, જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ૮૭.૯૬ ટકાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વડોદરા ખાતેથી ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસો ( ગ્રામીણ અને શહેરી) ના ઇ-લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું. પ્રારંભમાં જિલ્લા કલેકટર બી.એ.શાહે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ આભારદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અલ્પાબાળા.ડી.સાબવા, ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન એસ. મેર, બરવાળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન એમ. બાવળીયા, જિલ્લાના અગ્રણી ભીખુભાઈ વાઘેલા, સુરેશભાઇ ગોધાણી, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment