જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે ફ્રી પીકઅપ અને ડ્રોપ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે

હિન્દ ન્યુઝ, મહિસાગર 

સમગ્ર ગુજરાતની સાથે આજે મહીસાગર જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજ સવારથી મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૮૫ થી વધુ ઉમરના, દિવ્યાંગ મતદારો, અશક્ત મતદારો અને બીમાર મતદારો માટે ફ્રી પીક અપ અને ડ્રોપ સુવિધા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

Related posts

Leave a Comment