હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની પેટા ચૂંટણી-૨૦૨૬ની મતગણતરી તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી પોલિટેકનીક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે રંજનબેન જયદીપભાઈ રાઠવા કુલ ૧૧૦૮ મત મેળવીને વિજેતા બન્યા છે.જ્યારે હરીફ ઉમેદવારો પૈકી અર્જુનભાઈ રણજિતભાઈ રાઠવા ને ૩૫૬ મત અને કૈલાશબેન ભાવસીંગ રાઠવાને ૩૨૬ મત મળ્યા હતા. આ સિવાય નોટા (NOTA) માં ૩૬ મતો નોંધાયા હતા.
મતદાન મથક વાઇઝ થયેલી મતગણતરીમાં કુલ ૧૮૨૬ માન્ય મતો નોંધાયા હતા, જ્યારે ટપાલ મતપત્રો તેમજ ટેન્ડર મતપત્રો શૂન્ય રહ્યા હતા.
સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી નગરપાલિકા વોર્ડ નં-૪ અને મદદનીશ કલેક્ટર, પ્રાંત અધિકારી છોટાઉદેપુર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
