દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન

હિન્દ ન્યુઝ, દાહોદ

   ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી દાહોદ જિલ્લામાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.

આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં સહાય મળશે, જેથી દર્દીઓને સમયસર સારવાર શરૂ કરી શકાય અને રોગના ફેલાવાને નિયંત્રિત કરવાની કામગીરીને વધુ અસરકારક બનાવી શકાય. આ સુવિધાથી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના નિદાનની ક્ષમતા વધશે અને દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી સામેની લડાઈમાં આરોગ્ય વિભાગની સાથે નાગરિકોનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ટીબી હારેગા, દેશ જીતેગા!

ચાલો, સૌના સહિયારા પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ.

Related posts

Leave a Comment