“સશક્ત નારી – સ્વસ્થ સમાજનો આધાર!”
હિન્દ ન્યુઝ, જસદણ
🧕 ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સંમેલનમાં ૩૦૦ જેટલી મહિલાઓએ હાજરી આપી, જેમાં તેમને,
🔸 નારી અદાલત, ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫
🔸 કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ કાયદો
🔸 ૧૮૧ અભયમ સેવા અને મહિલા આઈ.ટી.આઈ.ના કોર્સ વિશે માર્ગદર્શન
મંત્રીએ કહ્યું કે, “દીકરીના જન્મથી લઈને તેના સ્વાવલંબન સુધી સરકારના અનેક પગલાં દીકરીના સપનાને પાંખ આપે છે. જસદણ-વિંછીયાની મહિલાઓ માટે વધુ આરોગ્ય કેન્દ્રો, સીમ શાળાઓ, સરકારી કોલેજો, અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે.”
💪 મહિલા સશક્તિકરણના પગલાં:
👩🏫 દીકરીઓ માટે વિશેષ શિક્ષણ સુવિધાઓ
📚 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૬ કરોડ રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી
💊 આરોગ્ય કેન્દ્રો માટે દવાઓ અને સાધનો
🧵 જસદણ અને વિંછીયા I.T.I.માં મહિલાઓ માટે વ્યવસાયિક તાલીમ
♿ દિવ્યાંગ બહેનો માટે સહાય યોજનાઓ
💼 સબસિડાઇઝડ લોનથી આત્મનિર્ભરતા તરફ પગલાં
કાર્યક્રમમાં :
✔️ લાભાર્થી મહિલાઓને ટી.એચ.આર. કીટ,
✔️ વ્હાલી દિકરી યોજનાના હુકમપત્રો
✔️ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
🌷 જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું:
“સ્ત્રીની પ્રગતિ – સમાજની પ્રગતિ! દરેક બહેન પોતાની અંદરની શક્તિ ઓળખી આત્મનિર્ભર બને.”
