રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે તથા આસપાસના એરીયામાં સઘન સફાઈ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તથા સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ આજી નદી કાંઠે શ્રી રામનાથ મહાદેવ મંદિર સાઈટ ખાતે તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી રામનાથ મહાદેવ અને આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર આઠથી દસ દિવસે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવતી રહેશે.

        દરમ્યાન આજે શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતેની સફાઈ ઝુંબેશમાં ૧૫ જેટલા સફાઈ કર્મચારીઓ, એક જે.સી.બી. અને એક ડમ્પર સામેલ કરવામાં આવેલ હતાં અને બપોર સુધીમાં ૨૯ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment