શ્રાવણ કૃષ્ણ એકાદશી અને સોમવારના પાવન સંગમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘વૈષ્ણવ દર્શન શૃંગાર’

હિન્દ ન્યુઝ, સોમનાથ 

     પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તથા સોમવારના પવિત્ર ‘હરિ-હર’ સંયોગ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અલૌકિક વૈષ્ણવ દર્શન શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પાવન શૃંગાર શૈવ અને વૈષ્ણવ પરંપરાના દિવ્ય એકાત્મભાવનું અનોખું પ્રતીક બન્યો હતો. એકાદશીના પવિત્ર દિને જ્યોતિર્લિંગ સમક્ષ શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી પ્રભુ)નું મનોહર સ્વરૂપ કંડારવામાં આવ્યું હતું, જેમાં શ્રી યમુના મહારાણીજી તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપોની ઝાંખી પણ શૃંગારમાં દર્શનીય બની હતી.

સનાતન ધર્મની ‘વૈવિધ્યમાં એકતા’ની ભાવનાને ઉજાગર કરતા આ અલૌકિક શૃંગારના દર્શન કરી હજારો ભાવિક ભક્તો શિવ અને વિષ્ણુના એકીકૃત સ્વરૂપની અનુભૂતિ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.

Related posts

Leave a Comment