મહિલા આઈ.ટી.આઈ.જામનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અન્વયે બાઇક રેલી યોજાઇ

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, જામનગર

મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી આઈ.ટી.આઈ. ખાતે સમાપન કરવામાં આવી હતી.

 

 

Related posts

Leave a Comment