વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સ ચાઈલ્ડ લેબર ટીમ દ્વારા ઉમરગામ- પારડીમાં દરોડા, ૨૫ બાળ મજૂરોને મુક્ત કરાયા 

હિન્દ ન્યુઝ, વલસાડ 

    વલસાડ જિલ્લાની બાળ મજુરી નાબૂદી અંગેની ટાસ્ક ફોર્સ ટીમના સભ્યો દ્વારા તા. ૫ અને ૬ જૂનના રોજ ઉમરગામ જીઆઇડીસી અને પારડી જી.આઈ.ડી.સી વિસ્તારમાં ચાઈલ્ડ લેબર નાબુદી અંગેની રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જિલ્લા બાળ મજુરી નાબુદી અંગેના અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી નિતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ સભ્ય સચિવશ્રી, જી.એમ.ભૂટકા, મદદનીશ શ્રમ આયુક્ત, વલસાડના સુપરવિઝન હેઠળ ટીમના સભ્યો (૧) સરકારી શ્રમ અધિકારી, ઉમરગામ, શ્રી પી.એન.ચોરેરા (૨) સરકારી શ્રમ અધિકારી,વલસાડ, શ્રી એન.બી.પરમાર (૩) જિલ્લા બાળ સુરક્ષા એકમના સભ્યશ્રી, જિજ્ઞેશ એમ.કોંકણી (૪) ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, વલસાડના ઈન્સ્પેક્ટરશ્રી, શ્રી વિપુલ જે.વસાવા તથા શ્રી બી.આર.ગોહિલ (૫) એન્ટી હ્યુમન ટ્રાફિક કંટ્રોલ યુનિટના હર્ષદરાય કે. પાટીલ, હેડ કોન્સ્ટેબલ દ્વારા સંસ્થા (૧) UNICORP STAINER મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, ઉમરગામ ખાતે બાળ મજૂરી નાબૂદી અંગે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સંસ્થા માંથી ચાર તરુણ શ્રમયોગીઓ બિનજોખમી કામગીરીમાં કામ કરતા મળી આવ્યા હતા. (૨) ઉમરગામની અરુણોદય સિરામિક ખાતે રેડ દરમિયાન કુલ ૧૯ તરુણ શ્રમયોગીઓ બિનજોખમી કામ કરતા મળી આવ્યા હતા. (૩) પારડી તાલુકામાં આવેલી યુનાઈટેડ કોપર ઈન્ડસ્ટ્રીઝમાંથી એક તરૂણ શ્રમયોગી બિન જોખમી કામગીરી કરતા મળી આવ્યો અને (૪) ઈનો પેકસીલ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક તરૂણ શ્રમયોગી બિનજોખમી કામગીરી કરતા મળી આવ્યો હતા. ૨૩ તરૂણ શ્રમયોગી મહારાષ્ટ્ર રાજ્યના વતની હોવાનુ અને બાકીના ૨ તરૂણ શ્રમયોગી ગુજરાતના હોવાનુ જણાયુ હતું. 

આમ, કુલ ૨૫ શ્રમયોગીઓ મળી આવ્યા હતા જેઓને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા હતા. તમામને કામે રાખનાર માલિકો સામે બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન અધિનિયમ) ૧૯૮૬ હેઠળ નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

Leave a Comment