ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્દણ પર નિયંત્રણ મુકવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ 

     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૨/૦૬/૨૦૨૫ તેમજ ગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્દણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ-૩૭(૧)(એફ)થી તેમને મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, 

કોઈપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે નહીં.

કોઈપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોર્ડીંગ, પ્લેકાર્ડ, પોષ્ટર, ચોપાનીયા, ભીતપત્રો વિગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિકે કે મુદ્દકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે. છાપકામની કોઈપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા લીગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઈએ નહી. અને વ્યકિતગત અસરકારક આક્ષેપો થઈ શકે તેવું લખાણ ન હોવું જોઈએ. આચારસંહિતાનો ભંગ થાય તેવું કોઈ લખાણ લખી શકાશે નહીં. 

આવુ સાહિત્ય છાપનારે તેની ૪(ચાર) નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા બે નકલ સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે. આ સુચનાની તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો- મુદ્રકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. રાજકીયપક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment