હિન્દ ન્યુઝ, તાપી
આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની પૂર્વતૈયારીની સમીક્ષાના ભાગરૂપે ચુંટણીલક્ષી કામગીરીના નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે નોડલ અધિકારીઓની નિમંણુક કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક જિલ્લા ચુંટણી અધિકારી આર. આર. બોરડની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકમાં ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા તંત્રના અમલીકરણ અધિકારી અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
