આણંદ ખાતેથી છોટાઉદેપુર જિલ્લાના પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસનું ઈ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

હિન્દ ન્યુઝ, આણંદ 

    ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

   આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રમોત્થાન યોજનાનો શુભારંભ તથા રાજ્યવ્યાપી સ્તરે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત સ્તરે આધારીય સુવિધાઓ મજબૂત બનાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લાની ૨૭ પંચાયત ઘર તથા તલાટીકમ મંત્રી આવાસના નિર્માણથી ગ્રામ્ય વહીવટ વધુ અસરકારક બનશે. 

    આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉ.શીતલકુંવરબા મહારાઉલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક કર્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment