હિન્દ ન્યુઝ, દાહોદ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી. એમ. મછારના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ નીનામા ખાખરીયા દ્વારા લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આંખોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક સ્ક્રીનિંગ દરમિયાન કુલ 57 વિદ્યાર્થીઓમાં વાંચવા તેમજ દૂરનું જોવામાં તકલીફ જણાઈ હતી. ત્યારબાદ ઓપથેલમિક આસિસ્ટન્ટ સોનાલીબેન કટારા દ્વારા વિદ્યાર્થીઓની આંખોના નંબરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
વિગતવાર તપાસ દરમિયાન કુલ 22 વિદ્યાર્થીઓને આંખોના નંબર હોવાનું નિદાન થયું હતું. આ તમામ વિદ્યાર્થીઓને સમયસર દ્રષ્ટિ સુધારણા મળી રહે તે માટે ચશ્માં તૈયાર કરાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)નો મુખ્ય હેતુ બાળકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું વહેલું નિદાન કરી યોગ્ય સારવાર, રેફરલ અને અનુસરણ દ્વારા તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. આ અંતર્ગત બાળકોના આરોગ્યની નિયમિત તપાસ કરીને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
“સ્વસ્થ દ્રષ્ટિ – ઉજ્જવળ ભવિષ્ય”ના સંકલ્પ સાથે RBSK ટીમ બાળકોના આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.
