હિન્દ ન્યુઝ, અમરેલી
રાજુલામાં યોજાયેલા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમમાં મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી, કાયદાકીય જાગૃતિ અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સાથે જ વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કિટનું વિતરણ કરીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી.
