અબડાસા માં જમીન મુદ્દે નો ઉગ્ર આંદોલન…..

અબડાસા,

આજ રોજ તારીખ 21.02.2020 ના રોજ અબડાસા નાયબ ક્લેકટર માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ અને તાલુકા ના ટીમ અને ડુમરા ના ખેડૂતો દ્વારા ડુમરા ગામ ની સીમ માં વર્ષ 1997 માં ના કલેક્ટર નખત્રાણા દ્વારા 11 જેટલા ખાતેદારો ને મળેલ જમીન નો આજે 27 વર્ષે પણ કબજો સોપાયો નથી, એ અંગે આવેદન પત્ર આપવા માં આવ્યું. અને સાથે ઉગ્ર ચીમકી આપવામાં આવી છે જો આગામી 15 દિવસ માં કબ્જો સોંપવા માં નહિ આવે તો જલદ થી જલદ કાર્યક્રમ કરવા માં આવશે. જેની જવાબદારી તંત્ર ની રહેશે.

આ કાર્યક્રમ માં જિલ્લા ના પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, વિશાલ પંડ્યા અબડાસા તાલુકા પ્રમુખ રજાક ઉઠાર, ઇકબાલ એસ જત, હરેશ મહેશ્વરી, સલમાન જત, સૈયદ હનીફ, સલિમ જત અને ડુમરા ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment