હિન્દ ન્યૂઝ, સોમનાથ
સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિગમાંનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદાથી અનેક વિદેશીઓએ વિનાશકારી આક્રમણો કર્યા હતા પરંતુ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર 42 કલાક ખુલ્લું રાખવામાં આવશે. સવારે 4 કલાકે શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્ધાર ખુલ્યા હતા. સવારે 8 કલાકે ધ્વજારોહણ થયુ હતુ અને 9 વાગ્યે પાલખી યાત્રા યોજાઇ હતી. મહાશિવરાત્રીને લઇને સોમનાથ મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યુ. મંદિરમાં કોવિડની ગાઇડલાઈનના ચુસ્ત પાલન હેઠળ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. મહદ્અંશે શ્રદ્ધાળુઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. જો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થવાના કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ ન હતુ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પાસની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જે દર્શનાર્થીઓ પાસે પાસ હતા તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસને ઓનલાઇન-ઓફલાઇન દર્શન કરવાની તમામ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું. મહાશિવરાત્રી પર્વે સાંજના 06:00 વાગ્યા સુધીમાં અંદાજીત (42000) જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધેલ હતો.
કહેવાય છે કે જીવ અને શિવ નું મિલન એટલે શિવરાત્રી આજનો દિવસ શિવ ભક્તો માટે સોંથી મોટો દિવસ માનવામાં આવે છે ત્યારે દેશ ના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માં ઉમટી પડ્યા હતા સોમનાથ મંદિર વહેલી સવારે 4 કલાક ખુલાતા ની સાથે દેશ ના ખૂણે ખૂણે થી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને ઉમટી પડ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રી ના ખાસ દિવસ ના કારણે સતત 42 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે આજના દિવસે મહાદેવ ની 4 વખત આરતી કરવામાં આવશે સવારે 7 કલાકે બપોરે 12 સાંજે 7 અને રાત્રે 12 કલાકે મહા આરતી યોજાશે. જ્યારે આજે સવારે 7 કલાકે આરર્તી ની એક ઝલક મેળવવા હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોમનાથ મા ધાર્મિક કાર્યક્રમો ઉપર પાબંધી છે. જો કે હવે કોરોના નો કહેર ઘટતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટયા હતા. શ્રદ્ધાળુ મહાદેવ ને કોરોના ને નાશ કરવા અને દેશ માં શાંતિ જળવાય તેવી આજના દિવસે સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરી હતી ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી ના હસ્તે કરવામાં આવેલ હતી સોમનાથ મંદિર પરિસર મા સવારે 9 કલાકે મહાદેવ ની પાલખી યાત્રા પણ યોજાયા. સોમનાથ મહાદેવ ના મુખોટા ને નગર યાત્રા નીકળી હતી. જે સોમનાથ પરિસર મા ફરી અને ત્યારબાદ ફરી તેને મંદિર માં બિરાજમાન કરવામાં આવેલ સોમનાથ મહાદેવ ને મહા શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારે વિશેષ પીળા રંગના પુષ્પો પીતાંબર નો શૃંગાર કરવામાં આવેલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રાજ્યકક્ષાના મંત્રી વિિભાવરીબે દવે એ દર્શન કર્યા હતા. તો રાજકોટ ના ભાનુબેન બાબારીયા તેમજ નીતિન ભારદ્વાજ સહિત ના નેતાઓ પણ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવ્યું. સોમનાથ મહાદેવ ઝેડ કેટેગરી ની સુરક્ષા ધરાવે છે. જો કે આજે શ્રદ્ધાળુઓ નો સેલાબ ઊંમડી પડે છે જેને લય સુરક્ષા માં ભારે વધારો કરાયો છે. તો બીજી તરફ મંદિર માં માસ્ક ફરજીયાત કરાયું છે એટલું જ નહીં સોસિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે શ્રદ્ધાળુઓ ને મંદિર માં પરમીસન આપવામાં આવી રહી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે નિમિતે શ્રી સોમનાથ મહાદેવને આજે પુષ્પનો શ્રુંગાર કરવામાં આવેલ જેમાં 501 કિલો જેટલા વિવિધ્ પુષ્પોનો પુષ્પ શ્રુંગાર કરવામાં આવેલ હતો. જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિ પર્વે મહાદેવને ધ્વજાપૂજા-26, તત્કાલ મહાપૂજા-11 ભક્તો દ્વારા નોંધાવવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા ગીર સોમનાથ