હિન્દ ન્યુઝ, વેરાવળ
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા તા.૨૦.૮.૨૦૨૩ રવિવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર પરિસર ની બહાર સરદાર ચોક પાસે “રામધૂન” નું આયોજન કરેલ છે.

આ રામધૂન માં વેરાવળ શહેર, પ્રભાસ પાટણ ના તમામ આગેવાનો, શહેરીજનો, વેપારીઓ, પાથરના પરીવાર, રેકડી, ફોટોગ્રાફર, ફૂલહાર, ચોપડી વાળા તેમજ તમામ નાનાં મોટા વ્યાપારીઓ ને રામધૂનમાં પધારવા આમંત્રણ છે તેમજ સોમનાથ મંદિર અને પાટણ શહેર વિસ્તાર મા વેપાર કરતાં તમામ વેપારીઓ, શ્રમજીવીઓ ને સાંજે ૫ થી ૭ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રામધૂન મા ભાગ લેવા વિનંતી છે અને બધા જ સમાજ ના આગેવાનો, ધાર્મિક સંગઠનો, સામાજીક કાર્યકરો, રાજકીય નેતાઓ ને પણ પધારવા આમંત્રણ છે.
રિપોર્ટર : હરેશ વઢવા, વેરાવળ
