ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધા થાઈલેન્ડ ખાતે રમવાની છે ત્યારે ૨૨ ઓગસ્ટના તેઓ રમવા માટે રવાના થશે.

 ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ થાઈલેન્ડ રમવા માટે અલ્પેશ સુતરીયા અને શ્રીમતિ સંગીતાબેન સુતરીયાની પસંદગી થયેલ છે જેઓ ૨૨ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ પટાયા ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યા છે તેઓ આ વર્ષની બીજી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ છે તેઓ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩ માં ઇજિપ્તના ગીજા ખાતે સિલ્વર મેડલ મેળવી અને દેશનું નામ રોશન હતું આ ઉપરાંત તેઓએ નેશનલમાં પણ મેડાલિસ્ટ છે. 

      અલ્પેશ સુતરીયા હેડ પોસ્ટ ઓફિસ ભાવનગરમાં ફરજ બજાવે છે અને દિવ્યાંગ સમાજની અંદર આગવું નામ ધરાવે છે તેઓ દિવ્યાંગ હોવા છતાં દરેક મુશ્કેલી સામે મક્કમતાથી સંઘર્ષ કરી પોતાની સફળતા મેળવી અને આ સ્ટેજ સુધી પહોંચેલ છે શ્રીમતિ સંગીતાબેન સુતરીયા જેવો સ્પોર્ટ્સની સાથે ઘરની અને સામાજિક જવાબદારીઓ સાથે ઇન્ટરનેશનલ સુધીની આ સફળતા મેળવેલ છે તેઓ શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી ભાવનગરમાં પ્રેક્ટિસ કરે છે. 

 ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ, આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર પણ જીતી ચૂક્યા છે.

Related posts

Leave a Comment