રાજકોટ શહેર પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને સુવિધા મળે તે માટે રાજકોટમાં જ પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસને શરૂ કરવામાં આવી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જીલ્લાના ૬૭ બ્રાંચને આવરી લેવામાં આવશે. સર્કલ ઓફિસ રાજકોટમાં જ શરૂ થઈ જતાં હવેથી અમુક રકમની લોનથી વધુની પ્રક્રિયાઓ તેમજ N.P.S સહિતના મુદ્દે ગ્રાહકોને છે ક અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડશે નહીં. નોંધનીય છે કે, ગત તા.૧-૭ના રોજ સર્કલ ઓફિસ ધીમી ગતિએ શરૂ થઈ ગઈ હતી. રવિવારે પત્રકારો સાથેની વિશેષ મુલાકાત દરમિયાન સર્કલ હેડ એસ.કે.રાઘવ તેમજ ડેપ્યુટી સર્કલ હેડ ક્રિષ્નાકુમારી તથા લોન ડિપાર્ટમેન્ટના આકાશ વર્મા સહિતના સર્કલ આફિસથી મળનારા ફાયદા અંગે જાણકારી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પંજાબ નેશનલ બેંકની શાખામાં ગ્રાહકોને કોઈ પરેશાન થતી હોય અથવા તો સરકારની યોજના અંતર્ગત કોઈ લોનના લાભથી વંચિત રહી જતું હોય તો સંપર્ક કરવો જોઈએ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment