અમરેલી જિલ્લાના બગસરા શહેર મેઘાણી હાઇસ્કુલ માં સ્વતંત્ર દિવસની ઉજવણી 

 

અમરેલી,

અમરેલીના બગસરા શહેરમાં બગસરા ભાજપ સહિત પરિવાર દ્વારા 74 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે બગસરા ના મેઘાણી હાઇસ્કુલ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ધ્વજ વંદન કાર્યક્રમ તેમજ બગસરા શહેરમાં કોરોનાવાયરસ દરમિયાન સતત ખડા પગે સેવા આપી રહેલા બગસરા પોલીસ સ્ટેશનના સ્ટાફનું તેમજ આરોગ્ય વિભાગના ગોંડલીયા, મામલતદાર કચેરીના તલાટ નું ભાજપ શહેર પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં બગસરા શહેર ભાજપના દરેક સભ્યો તેમજ હોદેદારોએ હાજરી આપી હતી.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment