હિન્દ ન્યુઝ, ડાંગ
પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી.
પૂજ્ય પી.પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને ગુરુના મહિમા અને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીનીઓએ સુંદર ગુરુ વંદના નૃત્ય રજૂ કર્યું તેમજ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું.
વિદ્યાર્થીઓએ માતા-પિતા, ગુરુજનો અને રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પંચાંગ પ્રણામ કર્યા તેમજ શિક્ષકોનું પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ગુરુનો આદર, સંસ્કાર અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા જ જીવનને ઉજ્જવળ બનાવે છે.
