હિન્દ ન્યુઝ, ડાંગ
આજ તારીખ ૨૯ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજે હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલા આગાહી (Nowcast) બુલેટિન અનુસાર, આગામી ૩ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જે મુજબ વરસાદની આગાહી અંગેની મુખ્ય વિગતો:
૧) મધ્યમ વરસાદ અને હળવી ગાજવીજ (Orange Alert / Alert Zone):
આગાહી: ૫ થી ૧૫ મીમી/કલાકની ઝડપે મધ્યમ વરસાદ, વીજળીના હળવા ચમકારા (૩૦% થી ઓછી સંભાવના) અને પવનની ઝડપ ૪૦ કિમી/કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ : દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, ડાંગ, તાપી અને નર્મદા.
૨) હળવો વરસાદ (Yellow Alert / Watch Zone):
આગાહી: ૫ મીમી/કલાકથી ઓછો હળવો વરસાદ.
અસરગ્રસ્ત જિલ્લાઓ : બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
નાગરિકો અને પ્રશાસન માટે જરૂરી સૂચનાઓ તથા સાવચેતીના પગલા
૧) વાહનવ્યવહાર: નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા રસ્તાઓ પર મુસાફરી કરતા પહેલા ટ્રાફિક સ્થિતિ ચકાસી લેવી.
૨) જૂના / જર્જરિત મકાનો: અત્યંત જૂના અને અસુરક્ષિત મકાનોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું.
૩) વીજળીથી બચાવ: ગાજવીજ સમયે ખુલ્લા મેદાન, ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાનું ટાળવું.
૪) પશુપાલકો માટે: પશુ-પક્ષીઓને સુરક્ષિત છત કે શેડ નીચે રાખવા.
હવામાન અંગેની તાજી માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://mausam.imd.gov.in/ahmedabad/
