હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર તાલુકામાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના નિર્દેશમાં ચિલોડા (દભોડા) અને સંચોલી વિસ્તારમાંથી પ્રથમ તબક્કે 15 જેટલાં મહિલાઓ અને બાળકોને સ્થાનિક શાળામાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા આ આશ્રયસ્થાન ખાતે રહેવા, સુવા તેમજ ભોજનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો 60થી વધુ લોકોને આશ્રય આપવા માટેની સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી પણ સતત ચાલુ છે.
