હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે તેમજ કલેકટર કચેરી, ભાવનગર ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કલેકટર કચેરી, ભાવનગર ખાતેના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫ તથા ઇ-મેલ એડ્રેસ : secbav@gmail.com છે.
આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રીઓના ટેલીફોન નંબરો (૧) માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી ફોન નંબર : 079-23252888, 079-23252327, (૨) સચિવશ્રી ફોન નંબર : 079-23252326, 079-23252149, (3) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર : 079-23252146, (૪) સંયુક્ત કમિશનરશ્રી ફોન નંબર : 079-23252146, (૫) નાયબ ચૂંટણી કમિશનરશ્રી ફોન નંબર : 079-23252148, (૬) રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : 079-23252072, 079-23252073, 079-23258706 તથા ઇ-મેઇલ : sec-sec@gujarat.gov.in રહેશે.