૧-અબડાસા વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે

હિન્દ ન્યૂઝ, ભુજ

૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસાને, તેમની પ્રાંત કચેરી, અબડાસા, નાયબ કલેકટરની કચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧-અબડાસા, નાયબ કલેકટરની કચેરી, ગ્રાઉન્ડ ફલોર, નલીયા તા.અબડાસા ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા, નાયબ કલેકટરનીકચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઇપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક વચ્ચે થશે તેવું દેવાંગ રાઠોડ, ચૂંટણી અધિકારી, ૧- અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા (નલીયા)  કચ્છ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment