હિન્દ ન્યુઝ, ભુજ
૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજને, તેમની પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, ભુજ તાલુકાને, પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨(મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર)ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. જરૂરીયાત ઉપસ્થિત થયે મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨(ગુરૂવાર) ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક વચ્ચે કરાવવામાં આવશે. તેવું અતિરાગ ચપલોત, ચૂંટણી અધિકારી, ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.