હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર મા કોરોના ગંભીર દર્દીઓ માટે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિયોદર મા કોરોના ની ઘાતક લહેર મા કેટલાય દર્દીઓ ઓક્સીજન માટે ટપો ટપ દમ તોડી રહ્યા હતા, ત્યારે આવા કપરા સમયે રાતોરાત જન સેવા કોવીડ કેર સેન્ટર ઊભું કરી ખાનગી પેરા મેડીકલ સ્ટાફ, દ્વારા આરોગ્ય સેવાઓ ચાલુ કરી છે.
દિયોદર પંથકમાં આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર ૪૦ બેડ સાથે શરૂ કરી કોરોના દર્દીઓ પાછળ અંદાજે 23 લાખ રૂપિયા જેટલો ક ખર્ચ થયેલો છે. જેમાં ૧૮ લાખ રૂપિયા નો ઓક્સીજન બાટલા પાછળ ખર્ચાયા છે, લોકો રામ ભરોશે દાનનો પ્રવાહ ચાલુ કર્યો છે જે દર્દીઓની દવાઓ, ઓક્સીજન માટે ખર્ચ કરવામાં આવે છે. જન સેવા કોવીડ કેર સેન્ટર મા નિઃશુલ્ક સેવાઓ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે. ત્યારે એક દર્દી પાછળ રોજ નો ખર્ચ અંદાજે ૪૫૦૦ નો લાગે છે, અહીં દર્દીઓ માટે બંને ટાઈમ સુધ્ધ સાત્વિક ભોજન વયવસ્થા દર્દીઓ અને તેમના સગા માટે વયવસ્થા કરવામાં આવી છે. દાતાઓ દર્દીઓ માટે ઓરેન્જ જ્યુસ, લીંબુ પાણી, મગ, હળદર વાળું દૂધ, સામાન્ય દૂધ ની અવિરત સેવાઓ આપી રહ્યા છે. આજ સુધીમાં જન કોવીડ કેર સેન્ટર મા 53 દર્દીઓ સારવાર લીધી છે. જેમાં ૧૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, 5 દર્દીઓ સ્ટેનલ એડમિટ છે ૨૫ દર્દીઓ ઓક્સીજન એડમીડ પર છે. ત્યારે આજે ફરી ત્રણ દર્દીઓ કોરોના મહાત આપી ઘર વાપસી થયા છે. અહીં એક પણ દર્દી નું મોત થયું નથી. ત્યારે દર્દીઓ અહીંની જન સેવા કોવીડ કેર સેન્ટર ને દર્દીઓ ભગવાન ગણે છે.
દર્દી : ખાનગી હોસ્પિટલમાં અમોને સારવાર માટે દાખલ કરવા તૈયાર ના હતાં, ઓક્સીજન માટે અમો તડપતા હતા, ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર મા અમોને જે વિના મૂલ્યે દવાઓ, બાટલો, સૌ થી મહત્વનનું ઓક્સીજન પૂરતું મળ્યું જેનાં કારણે અમો ને નવું જીવન મળ્યું છે. આવી ભાગીરથ કાર્ય કરતી સંસ્થા કે એના કાર્યકરો ને લાખ લાખ આશીષ આપી રહ્યા છે. આવી ભાગીરથ કાર્ય કરતી સંસ્થા માટે લોકોએ આગળ આવી દાન પુણ્ય કરવા એમના માટે એળે જતાં નથી.
મહત્વનું છે કે કોરોના બીજી ઘાતક લહેરમાં દિયોદર મા દર્દીઓ ઓક્સીજન માટે તડપતા અને મરતા જોઈ દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, દિયોદર પૂર્વે ધારા સભ્ય અનિલ ભાઈ માળી, વકીલ બીકે જોશી, ચિરાગ ભાઈ ત્રિવેદી, ભરતભાઈ વકીલઅને જન સેવા કોવીડ કેર સેન્ટર ની ટીમે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ની બિલ્ડીંગ કોવીડ દર્દીઓ માટે ખડે પગે રહી લોકોને ઓક્સીજન, નિ:શુલ્ક મેડીકલ દવાઓ સેવાઓ, ભોજન સેવાઓ પુરી પાડી દિયોદર પંથક અને આજુબાજુના કોવીડ દર્દીઓ માટે હાલ સેવાઓ આપી નવીન જિંદગી આપી રહ્યા છે.
અહેવાલ: પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર