હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન પંજા અને ટીમ દ્વારા તુરક સમાજની વંડીમા ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ વિતરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લધુમતી ના સુલેમાન ગઢીયાએ પ્રવચન આપેલ હતું. આ કાર્યક્રમમાં રિજવાનભાઈ, હાસમભાઈ મુસાગરા, કાસમભાઈ ભાડેલા હાજર રહેલા હતા આયોજન પ્રમુખ ઈમરાન જમાદાર, હનીફ સખીયાણી, ઈરફાન મુલ્લાં , નબીલ ભેડાએ કરેલ હતું. મુસ્લિમ સમાજના છેવાડા ના લોકો સુધી સરકારી દરેક પ્રકારની સહાયતા પહોચાડવા લધુમતી પ્રમુખ ઈમરાન જમાદાર કેમ્પ કરીને લોકો સુધી સહાય પહોચાડે છે. આયુષ્યમાન કાર્ડ, લગ્ન સર્ટીફીકેટ, વિધવા સહાય ના ફોર્મ ભરાવી લોકોને સરકારી સહાય પહોચાડે છે.
રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ