હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ
પ્રભાસ પાટણ માં એમ.એન.આહીર ની સુચના થી ઝાંપા બજાર અને મુખ્ય બજારમાં અને બાઇ પાસ ઉપર માસ્ક ન પહેરનાર ને સુચનાઓ આપવામાં આવી કે કોરોનાં, ડેન્ગ્યુ, ટાઇફોર, મેલેરીયા ના થાઈ તે માટે માસ્ક પહેરવું જરૂરી છે વાહન ચાલાકોનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્રણ સવારી વાહન ચાલાક ને દંડ કરવામાં આવ્યો, અન્ય ફોર વ્હીલર વાહન ચાલાક પાસે લાઈસન્સ અને કાગળો ના હોય તેને દંડ કરવામાં આવ્યો, ટ્રાફિક પોલીસ ના ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ, પ્રવિણભાઇ, પોલીસ કોન્સ્ટેબલ દેવશીભાઇ અને સીઆરબી જવાનસાથે પ્રભાસ પાટણ ટ્રાફિક ન થાય અન્ય કોઈ બનાવ ન બને તે રીતે ટ્રાફિક પોલીસે સારી કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ