હિન્દ ન્યુઝ, દીવ
દીવ દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન નો આરંભ કરવામાં આવેલ. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દિવ દ્વારા સભાખંડ Ghoghla ખાતે તા. 07 ડિસેમ્બર 2024 ના રોજ શિવમ્ મિશ્રા, ડે.કલેકટર, દીવ અને રામજી ભીખા, દીવ જિલ્લા પંચયતના પ્રમુખ અને ડૉ. મનોજ કુમાર, PO NTEP, DNH DD અને ડૉ. અજય શર્મા, આરોગ્ય અધિકરી ની ઉપસ્થિતિમાં ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન નું લોન્ચ કરવામાં આવેલ. જેમાં નિક્ષય મીત્ર ને સર્ટિફિકેટ આપી સમ્માનિત કરવામાં આવેલ તેમજ નિક્ષય મીત્ર દ્વાર ટીબી ના દર્દીને રાશન કીટ નું વિતરણ કરવામાં આવેલ તેમજ ટીબી ચેમ્પિયન ને સમ્માનિત કરવામાં આવેલ. નીક્ષય વાહન ને લીલી ઝંડી આપવામાં આવેલ જે જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં જઈ લોકોને જાગૃતિ ફેલાવામાં મદદરુપ થશે.
ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, ડૉ. અજય શર્મા ના જણાવ્યા મુજબ આવનારા 100 દિવસ 7 ડિસેમ્બર થી 24 માર્ચ દરમ્યાન ટીબી નિર્મૂલન માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે જેમાં નિયત કરેલ છ કેટેગરી 1. જેમની ઉંમર 60 થી વધુ હોય, 2. ધુમ્રપાન કરનાર વ્યકિત, 3. ડાયાબિટીસ ના દર્દી, 4. કુપોષિત વ્યકિત, 5. છેલ્લા પાંચ વર્ષ માં ટીબી થયો હોય, 6. ટીબી ના દર્દીના સંપર્ક માં આવનાર વ્યકિત ની સ્ક્રીનીંગ /સઘન તપાસ x ray દ્વારા કરવામાં આવશે અને જરૂર પડે તો ગળફાની તપાસ કરવામાં આવશે. અને જો ટીબી માલૂમ પટે તો ટીબી ની દવા ડોટ્સ દ્વારા આપી સારવાર કરવામાં આવશે.
શિવમ્ મિશ્રા, ડે. કલેકટર, દીવ જાહેર જનતાને અપીલ કરેલ કે જણાવેલ છ કેટેગરી ના વ્યકિત સરકારી દવાખાના વનાકબારા, દીવ અને ઘોઘલા ખાતે તપાસ કરાવે અને જેમને કોઈ ને ટીબી ના લક્ષણો જણાઈ તો તરતજ આરોગ્ય કર્મચારી કે દવાખાનાનો સંપર્ક કરે અને દીવ ને ટીબી મુક્ત કરવામાં મદગાર થાય.