છોટાઉદેપુર પોલીસ દ્વારા બોડેલીમાં બનેલ દુષ્કર્મની ઘટનાના આરોપીઓની ધરપકડ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યુવતીને ફેસબૂક પર બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરનાર યુવકને છોટાઉદેપુર એલ.સી.બી તેમજ એસ.ઓ.જી શાખાએ ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડતા મોટી સફળતા પ્રાપ્ત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ટાઉન વિસ્તારમાં રહેતી એક યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ધ્રુવનાયણ નામના યુવક દ્વારા યુવતીને ફેસબૂક પર મિત્રતા કેળવી ધાક-ધમકી આપી પોતાના ઘરે બોલાવીને ઘરના ઉપરના માળે લઈ ગયો હતો. એ પછી રૂમનો દરવાજો બંધ કરીને બ્લેકમેઈલ કરવાની ધાકધમકી આપી બળજબરીથી યુવતીની મરજી વિરુદ્ધ દબાણપૂર્વક બળાત્કાર કરી તેનો વીડિયો બનાવીને ફેસબૂક પર વાયરલ કરી દઈશ એવી ધમકી આપતો હતો. તેવી બોડેલી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર એલ.સી.બી તેમજ એસ.ઓ.જી શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મના આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવક તેમજ તેના માતા પિતાને ગણતરીના દિવસોમાં જ અમદાવાદ ખાતેથી છોટાઉદેપુર એલ.સી.બી તેમજ એસ.ઓ.જી શાખાએ પકડી પાડી કોરોનટાઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment