હિન્દ ન્યુઝ, રાજકોટ
જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને સ્વીત્ઝરલેન્ડની સ્કુલના બાળકો સહિત કુલ ૮૪ વિદેશી મુલાકાતીઓઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જાન્યુ. ૨૦૨૩માં ૫૯૦૫ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૩૦ સ્કુલના ૨૧૩૪ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૫,૫૪૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
મહાનુભાવોની વિગત:
ક્રમ | નામ | સંખ્યા |
૧ | શ્રી મનિષકુમાર ગુપ્તા, આઈ.પી. &ટી.એ.એફ.એસ.૨૦૦૭, મિનિસ્ટરી ઓફ કોમ્યુનીકેશન, ન્યુ દિલ્હી | ૮ |
૨ | ઇલેક્શન ઓબર્જવર, શ્રી મીથેલેશ મિશ્રા, આઈ.એ.એસ. બિહાર, એડીશનલ સેક્રેટરી ફાઈનાન્સ ડીપાર્ટમેન્ટ | ૮ |
૩ | એસ.કે.ગોયલ, રીટાયર્ડ ચિફ જસ્ટીસ અલ્હાબાદ હાઈકોર્ટ | ૨ |
વિદેશી મુલાકાતીઓની વિગત:
ક્રમ | દેશની વિગત | સંખ્યા |
૧ | ઈંગલેન્ડ સ્કુલ ટુર (કિડ્સ) | ૨૧ |
૨ | સ્વિત્જરલેન્ડ – નોર્થ સ્ટાર સ્કૂલ ટુર | ૧૨ |
૩ | ફ્રાન્સ | ૨ |
૪ | યુ.એસ.એ. | ૯ |
૫ | રશિયા | ૩ |
૬ | સ્પેન | ૧ |
૭ | જર્મની | ૧ |
૮ | યુ.કે. | ૫ |
૯ | સાઉથ કોરિયા | ૧ |
૧૦ | મલેશિયા | ૨ |
૧૧ | ફીન્લેન્ડ | ૧ |
૧૨ | જાપાન | ૩ |
૧૩ | આસ્ટ્રેલિયા | ૬ |
૧૪ | યુરોપીયન કન્ટ્રી ફોરેન ટ્રીપ | ૧૭ |