જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

     સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન કરાયું છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગરપાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. 

જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓમાંથી મહત્તમ રમતવીરો ભાગ લે તે પ્રકારે આયોજન હાથ ધરાય તે ઇચ્છનિય છે.તેમજ રમતવીરો માટે કરવાની થતી આનુસંગિક તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લે તે માટે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જામનગર જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા રમત ગમત અધિકારી રાવલિયાએ જણાવ્યું હતું કે, નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૫ થી તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવાનું રહેશે તેમજ પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતોમાં જ ભાગ લઈ શકશે. 

અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું કોલેજમાં અભ્યાસ કરતા ખેલડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કે‍ન્દ્ર પરથી પોતાના વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે, આથી જુદી-જુદી વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ આ માટે રજિસ્ટ્રેશન કરી જોડાઇ શકશે.  

જે કક્ષાએથી સ્પર્ધા શરુ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ અને આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.રજિસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવી જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક ૩ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી. એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકાશે. ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ અથવા ગુજરાત રાજ્યમાં બે વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યવસાયથી નિવાસ કરતો હોવો જોઇએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધા દરમિયાન આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે રાખવી.રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરી શકાશે.  

બેઠક માં નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાશનાધિકારી તેમજ વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તમામ બી.આર.સી કોર્ડીનેટર હાજર રહ્યા હતા

Related posts

Leave a Comment