જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડે પણ ડિજિટલી પોતાની વસ્તી ગણતરી કરી

હિન્દ ન્યુઝ,જૂનાગઢ

   દેશની પ્રગતિ અને નીતિ ઘડતર માટે વસ્તી ગણતરી આધાર સ્તંભ છે, તેના આધારે જ નાગરિકોના કલ્યાણ માટે નીતિ ઘડતર કરવામાં આવતું હોય છે. ખાસ કરીને દેશમાં પ્રથમ વખત ડિજિટલી વસ્તી ગણતરી થઈ રહી છે, જેમાં નાગરિકો સેલ્ફ એન્યુમરેશન એટલે કે, સ્વ ગણતરી કરી શકે છે.

જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડે પણ ડિજિટલી પોતાની વસ્તી ગણતરી કરી હતી. સાથે જ તેમણે લોકોને પણ https://se.census.gov.in પોર્ટલ પર સ્વ -ગણતરી કરવા માટે અપીલ કરી હતી. નાગરિકો તા.૩૧ મે ૨૦૨૬ સુધી ડિજિટલી સ્વ – ગણતરી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રથમવાર ડિજિટલી વસ્તી ગણતરી થઈ રહી છે, જેમાં લોકો સ્વયં પોતાની નોંધણી કરાવી શકે છે.

Related posts

Leave a Comment