જૂનાગઢ સરકારી આઇ.ટી.આઇ. ખાતે પ્રેરણાદાયી અને માર્ગદર્શક એવા એક્સપર્ટ લેકચરનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     જૂનાગઢ સરકારી આઇ.ટી.આઇ. ખાતે પ્રેરણાદાયી અને માર્ગદર્શક એવા એક્સપર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ ક્ષેત્રના ડો. જી.ડી. આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “Value Education”, “Karmyogi – The Ideal Government Employee”, “How to Work Stress Free”, “Role of S.I. in Institutional Growth” તેમજ “Building Positive Work Culture in ITI” જેવા વિષયો પર અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં આઇ.ટી.આઇ. જૂનાગઢના આચાર્ય ભગીરથસિંહ જાળીયા , આઇ.ટી.આઇ. જૂનાગઢ (મહિલા) ના આચાર્ય પ્રિયેશ વાળા , વિસાવદર આઇ.ટી.આઇ.ના આચાર્ય ગરચર તેમજ માંગરોળ આઇ.ટી.આઇ.ના આચાર્ય ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ તકે આઇ.ટી.આઇ. જૂનાગઢ, જૂનાગઢ (મહિલા), માણાવદર, વંથલી, કેશોદ, વિસાવદર, માંગરોળ અને માળીયાહાટીના સહિત વિવિધ તાલુકાની આઇ.ટી.આઇ.ના ૧૦૦ થી વધુ ઉપસ્થિત સ્ટાફ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

Leave a Comment